Recent news
Ancient Tech Gives Derasar New Life
Renovation Of Hutheesing Derasar Sees Revival of 150-Yr-Old Technique
Bharat Yagnik TNN 30th March 2014
When the humdrum of life goes on in the bustling Delhi Darwaza area, in a quiet recess two bulls are seeing grinding assortedmaterials to paste. A few feet away, artisans are busy with wooden blocks making powder of roof tiles, bricks and churning the sand to get the finer grains. Nearby, a group is extracting the essence of tamarind and preparing the jaggery syrup — a scene that would take one back by a century.
It is the exercise to give the city’s iconic Hutheesing Jain Temple, completed in 1848, a new lease of life by the old materials.
ઐતિહાસિક હઠીસિંહના દેરાસરનો ૧૭પ વર્ષ બાદ જીર્ણોદ્ધાર!
Dec 10, 2013, 03:48AM IST
કલાત્મક કોતરણીકામ અને પ૭ શિખર ધરાવતા અને સ્થાપત્યના વૈભવી વારસાના પ્રતિકસમા હઠીસિંહના દેરાસરનો જીર્ણોદ્ધાર, આ જૈન દેરાસરની સ્થાપના બાદ ૧૭પ વર્ષે હાથ ધરાયો છે. રસપ્રદ વાત એ છે કે દેરાસરના જીર્ણોદ્ધારમાં તે જમાનામાં વપરાતી બાંધકામની સામગ્રી ચૂનો, ગૂગળ, ગોળ, કાળી રેતી, હાથલો ઠોર, બીલા ફળ, આંબલી, ગાંડા બાવળની સિંગ, હરડે, પીળી કરણ, સુરખી, શંખજીરુ, મારબલ પાઉડર સહિતની સામગ્રીનો ઉપયોગ કરાયો છે. સાથે પાલિતાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશથી ખાસ કારીગરો બોલાવાયા છે. દેરાસરના જીર્ણોદ્ધારના કન્સલ્ટન્ટ ઉપેન્દ્ર ત્રિવેદીએ આ અંગે જણાવ્યું કે, દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય ૨૦૧પના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે જેને માટે અંદાજીત ખર્ચ ૭ કરોડ આલેખાયો છે.’’